29 જુલાઈ ના રોજ બ્રાહ્મણ સમાજ ની પિકનિક નું આયોજન કરવામાં આવ્યું। 100 થી વધુ મેમ્બર્સ દ્વારા આ પીકનીકમાં જોડાયા। મજાક મસ્તીથી ભરપૂર પિકનિક સવારે 10 વાગ્યાથી શરુ થઇ અને ચા નાસ્તાથી શરૂવાત થઇ. કૌશિકભાઈ-, આશિષભાઇ-, હેમંતભાઈ ઠાકર, પ્રદિપભાઈ, શૈલેશભાઈ, આશિષ ભાઈ દવે તથા અન્ય ઘણા સભ્યોએ પિકનિકને મસ્તી મજાકથી ભરપૂર બનાવવા ખુબ મહેનત કરી.
પિકનિકનું સ્થળ પસંદ કરવાનો મુખ્ય શ્રેય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી સીમા શાહને જાય છે જેમણે Johns Bridge Park માં pavilion 1 બુક કરાવી સભ્યોને નદી કિનારે આવેલા ગાર્ડનની લીલોતરી તથા કુદરતનાસાનિધ્યની ઝાંખી કરાવી। વળી સીમાબેનેતો ચા, નાસ્તો,જમણવાર, વિગેરેની બધીજ તૈયારી કરી સભ્યોને આનંદસભર કરી નાખ્યા। સવારના જલેબી, પાપડીના નાસ્તાની માજા માણ્યા પછી શરુ થઇ અંતાક્ષરી ની રમઝટ, જુના-નવા-ગુજરાતી-હિન્દી ગીતોની સામસામે હરીફાઈ થી, પુરુષો સામે સ્ત્રીઓનો મોરચાએ તો એટલો બધો આનંદ કરાવ્યો કે તેની વાત ના થાય. એકબાજુ સોનલબેન ઠાકર અને તેમની ટીમ સ્વાદિષ્ટ રસોઈ બનાવતા હતા અને આ બાજુ અંતાક્ષરી ચાલુ। વચ્ચે વચ્ચે કૌશિક્ભાઈને રમૂજ ભરી કોમેન્ટરી, પુનમબેનની anchorship વચ્ચે 2 કલાક ક્યાં પસાર થઇ ગયા કોઈને ખબર પણ પડી નહિ. રાજભોગના રૂપેશભાઈ અંદ સીમાબેન ના સ્વાદિષ્ટ છોલે, ચણા,પુરી, જલેબી, ગુલાબજાંબુ, તીખુંતમ અથાણું, ડુંગળીની કચુંબર, સભ્યોએ પેટ ભરીને ઝાપટ્યું, જલસો પડી ગયો.
હવે શરુ થયો ગીતોનો અને ગરબાની રમઝટ, ઉજ્જવલ વ્યાસ એક યુવાન ગાયકે તો તેના સ્વરસભર ગીતોથી બધાના મન જીતી લીધા, બ્રાહ્મણ સમાજ ઉજ્જવલ વ્યાસ જેવા કલાકારથી ગર્વ અનુભવે છે. હજુ ગીતોની મહેફિલ ચાલુ છે તો શરૂથઈ મકાઈના ભુટ્ટા શેકવા જોન્ટી અને તેની ટીમ દ્વારા શરૂવાત થઇ. વચ્ચે વચ્ચે બરફના ગોળા એ તો એવો જલસો કરાવ્યોકે ડાયાબિટીસ વાળા પણ પોતાની ઈચ્છા રોકી ના શક્યા,પાછો ચાનો સમય તો થઇ ગયો. યુવા members શિવાંગ વ્યાસ અને ઈશા દવે ની બિંગો સાથે મસ્ત મજાની ચા અને સાથે દિપ્તીબેન દવે દ્વારા બનાવેલ ગરમ ગરમ ગોટાનો સ્વાદ તો કોઈ ભૂલી નહિ શકે.
આમને આમ સાંજ ક્યારે પડી ગઈ તે કોઈને ખબર પણ ના પડી. આખા દિવસની આટલીબધી મસ્તી પછી ફરી રૂપેશભાઈ અને સીમાબેન દ્વારા બનાવેલ બાદશાહી ખીચડી, છાશ, અથાણું, પાપડ ખાવા સભ્યો તૈયાર થઇ ગયા કારણ સાંજે 7 વાગે બરાબરની ભૂખ લાગી હતી.
આમ સમગ્ર રવિવાર બ્રાહ્મણ સમાજના સભ્યોએ સહ કુટુંબ એકબીજા સાથે પ્રેમથી સંપૂર્ણ relax mood માં વિતાવી તેમની એકતાની પ્રતીતિ કરાવી