
ઉનાળો
ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.
સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
ઝરે જલ-ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે.
નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
એ વ્હાલી બાનાં ગામે કેરીગાળો યાદ આવે છે.
શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિની-ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે.
ભલે બાળે, દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે,
મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.
હકીકત તો અનોખી સ્હેલ છે સંસાર ઉનાળાની,
સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.
–દેવિકા રાહુલ ધ્રુવ
Devika Dhruva.
http://devikadhruva.wordpress.com
CATEGORIES Gujarati Article