પ્રગતિ નહીં ગતિ કહો!

વાહ ! ઘરમાં હવે પૈસા દેખાવા માંડ્યાં હતાં!

એક વધારાનું ટી.વી વસાવીએ તો કેવું ?”પરાગે કહ્યું“ શું જરૂર છે  બીજા ટીવીની ?” કુસુમે પરાગને કહ્યું ; “ આપણી પાસે લીવીંગ રૂમમાં એક ટી.વીતો છે!”

“ એક વધારાનું ટી.વી બેડરૂમમાં હોય તો રાતે છોકરાં ઊંઘી જાય પછી આપણે નિરાંતે પડ્યાં પડ્યાં ઇન્ડિયાની કોઈ સિરિયલો જોઈશું !” પરાગે કુસુમને કન્વિન્સ કરતા કહ્યું .

કુસુમને ખોટાં ખરચા કરવા ગમતા નહીંનાહકના બીજા દશ ડોલર ,મહિનાના હપ્તામાં વધી જાયમાઇક્રોવેવ ઓવન અને લિવિંગ રૂમના ટી વી નાં હપ્તા તો હતા ,તેમાં હવે  બેડરૂમના ટી વી નો હપ્તોઅને એને થોડો ડર પણ હતો કે બીજું ટી વી આવશે એટલે બન્ને બાળકો પણ જુદા રૂમમાં ટી વી જોવા હઠ કરશે!

પણ પરાગની વાતેય સાચી હતી .

સવારથી સાંજ સ્ટોરમાં ઉભા ઉભા કામ કરી , ગદ્ધા મજૂરીને અંતે રાતે જો આમ પડ્યાં પડ્યાં ટીવીજોવાનું મળે તો પરાગને અને એનેય સારું લાગે પોતેય હોસ્પિટલમાં નર્સની મદદનીશ તરીકેની કામગીરી બજાવતાં થાકીને લોથપોથ થઇ જતી હતીજો કે બીજું ટી વી વાપરવાનો  બન્ને ને સમય  ના આવ્યોચાલુ દિવસે તો  થાક્યાં પાક્યાં પડતાંની સાથે  ઊંઘી જતાં!

 ને શનિ રવિ નાનકડાં કેતકી અને ઉત્તપલ પોતાના અલગ અલગ કાર્ટૂન શો  બે ટી.વી.માં જોતાંજયારે  મા બાપ ઘરકામમાં જોતરાયેલાં રહેતાં!

હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા! “એમ કહીને  પણ છોકરાઓને ટી વી જોવા દેતાં; “ લોકો શાંતિથી બેસશે તો આપણે ઘરકામ પતાવી શકશું; ‘’

જો કે સમય કાઢીને  લોકો રવિવારે બાળકોને મંદિરનાં બાળ સઁસ્કાર કેન્દ્રમાં લઇ જવાનું ચૂકતાં નહીં!

પણ ત્યાં ટ્રસ્ટીઓમાં સત્તાની સાઠમારી, હોંસાતુંસી અને ખેંચતાણ જોયાપછી એક દિવસમંદિરેથી પાછાં ફરતાં કુસુમે કહ્યું ;

દેશ કરતાંયે વધારે દંભ અને ઈગો છે આપણાં  લોકો માં! કઈ સંસ્કૃતિ અને ક્યાં સંસ્કારની વાતો કરીએ છીએ આપણે ?’

 

ને પછી છોકરાંઓ મોટાં થતાં ગયાંઅને ઘર પણ મોટાં થતાં ગયાંઅને રૂમે રૂમે ટીવી.! ને પછી દરેકને માટે ગાડી!

દરેકને પોતાનો સેલ ફોનને હવે તો છોકરાંઓ કોલેજ માં આવ્યાંબન્નેનાં પોતાનાં અલગ અલગ એપાર્ટમેન્ટઅલગ ગામમાંઅલગ યુનિવર્સીટીમાં,

અલગ મિત્રો ને અલગ સોસ્યલ સર્કલમાં ખોવાઈ ગયાં  બન્ને નવયુવાન પોતાનાં જીવનપથમાંજરીક જરીક મળતાં રહો તો સબંધ જેવું લાગેબે ઘડી આવ્યાં કરો તો પ્રસંગ જેવું લાગે!

પણ કમ્યુનિકેશનની ખાઈ ઊંડી અને લાંબી થઇ રહી હતી ! જાણેકે પ્રસંગો  આવતા નહોતાકુસુમને સમજાતું નહોતું કે  શું કરેમંઝિલ મળે કે ના મળે  ભગવાનના હાથમાં છે;

પણ તું પ્રયત્ન તો કર ;  તો તારા હાથમાં  છે નેએને પોતાની માંના શબ્દો યાદ આવ્યાપણ અહીં આખો પ્રવાહ  વિરુદ્ધ દિશામાં વેગે વહી રહ્યો હતો!

સામ પ્રવાહમાં ટકવા માટે તમે બે હલેસાં મારી શકો ! પણ આખી નદી કેવીરીતે પાર કરો?

“ ચાલો ,  લોન્ગ વીકેન્ડમાં બળેવ કરવા મામાની ઘેર સ્પ્રીંગફીલ્ડ જઈએ !” કુસુમે બન્ને છોકરાંઓને ફોનમાં – થ્રિ વે કોન્ફરન્સ કૉલમાં કહ્યું .

“ મમ્મી , તું ખોટું ના લગાડતી , પણ હું લોન્ગ વિકેન્ડમાં શિકાગો આવું પછી મારે એવા ચાર કલાકનું ડ્રાંઇવિંગ કરીને મામાની ઘેર નથી જવું ! ને

મારી બેનપણીઓ સાથે અમે વિસ્કાન્સિન ડેલ્સ ફરવા જવાનું નક્કી કર્યું છે” કેતકીએ રોકડું પરખાવ્યું !જો કે  પણ ચાર કલાકનું ડ્રાંઇવિંગ હતું ; પણ કુસુમ મૌન રહી! એનું જોઈને ઉત્પલ પણ ભાઈબઁધો સાથે જતો રહ્યો.

ચાલ જીવ , હું તો ભાઈની ઘેર જાઉં !’ અને કુસુમ અને પરાગ બેઉ સંતાનોના આવાં વર્તનથી આઘાત પામીનેનસીબને દોષ દેતાં એકલાં  સ્પ્રીંગફીલ્ડ ગયાંજો કે ત્યાંયે નદીયોના પ્રવાહ એવા  હતા જેવા  શહેરમાં હતા!

બીજે વર્ષે ઉત્તપલ અને કેતકી ને માં બાપ પાસે ઘેર આવવાનો સમય  ના મળ્યોબીઝી હતાં પોતપોતાના કામમાંપોત પોતાનાં સર્કલમાં!

 

અરે રક્ષાબન્ધનની રાખડી પણ હવે તો કમ્પ્યુટરથી  મોકલવા માંડીસગવડ હોય પછી નાહકનું હસ્તાક્ષરમાં કાગળ લખવાનું ગાંડપણ શા માટેખરેખર તો આવા જુનવાણી રિવાજોજ કાઢી નાંખવા જોઈએ !

બીજા ટી.વીમાટે આનાકાની કરતાં કુસુમબેન હવે રજીસ્ટર્ડ નર્સ તરીકે કલાકના એંસી ડોલર કમાતાં હતાં ને પરાગભાઈને પણ આટલી બધી દોડધામ ને અંતે પોતાના દશ સ્ટોર થઇ ગયા હતાં!

સંપત્તિમાં આળોટતાં તેઓ પાસે શહેરમાં પોતાનું વિશાલ ઘર , સાથે ડાઉન ટાઉનમાં ફ્લેટ , દેશમાં વેકેશન ઘર અને ફ્લોરિડામાં પણ એક ફ્લેટ હતો ! ક્રિશ્ચમસ ઉપર શણગારેલું ક્રિશ્ચમસ ટ્રી હવે તો વરસો સુધી  વિશાલ ઘરના એક ખૂણામાં પડ્યું રહેતું હતું ! બાળકોને સંસ્કૃતિની સમજ રહે તે માટે દિવાળી પર ઉમરા પાસે રાખેલી રંગોળી બુટ ચપ્પલની ક્લોઝેટમાં ધૂળ ખાતી પડી હતી !

ઘરના વાસ્તા દરમ્યાન બારણે ટીંગાડેલા આસોપાલવના તોરણો સુકાઈને ખખડી ગયાં હતાં!

ને એક દિવસ સ્વાતિ આવી .,બે વર્ષની મિશાલને લઈને – જયારે એણે મિશાલના બાપને ડિવોર્સ આપી દીધા પછી!

“ હું કામેજતી ત્યારે બેબીસિટર સાથે  રંગરેલિયા મનાવતો હતો!” સ્વાતિએ કહ્યું.

ઉત્તપલ ન્યુયોર્કમાં મોટી અંતરરાષ્ટ્રીય કમ્પનીમાં સી   હતોએને ના તો લગ્ન કરીને ઠરીઠામ થવામાં રસ હતોના તો ટાઈમ હતો!

પરણીને સ્વાતિની જેમ એકલા વેંઢારવા કરતાં એકલાં આનન્દ કરવામાં શું વાંધો એનાપ્રશ્ન અને ઉત્તર હતાં!

મેં જીવન સંધ્યાને આરે ઊભેલાં પરાગ કાકા અનેકુસુમ માસીને પૂછ્યું , “ જીવન માટે એક જાતનો ઉંચો અભિગમ ધરાવતાં તમે બન્ને જણ આટલાં ઝાંઝાવાતો વચ્ચે કેવી રીતે ટકી રહ્યાં છો?

અમે અમારી પાસે કાયમ એક બીજું ટી વી પણ રાખીએ છીએ!” બીજું ટી વી વળી શું ?” મેં મુંઝવણથી પૂછ્યું ? “ ક્યાં છે બીજું ટી વી?”

લગભગ એંસીની ઉંમરે પહોંચેલ પરાગ કાકાએ સ્પષ્ટતા કરી; “ ટી એટલે તત્વ અને વી એટલે વિજ્ઞાન ! દરેક વ્યક્તિ પોતે એક તત્વ છે , અને દરેકનો જીવન પ્રત્યેનો અભિગમ  વિજ્ઞાન!

ભગવાન એક નદેખાય તેવું તત્વ છેઅને આપણો જીવન પ્રત્યેનો અભિગમ  વિજ્ઞાન થયુંઆપણાં ઘરનાં ટી વી ને પણ સમય પ્રમાણે બદલવા પડે છે તો  ટી વી સારી રીતે માણી શકીએ!જમાના પ્રમાણે આપણે પણ બદ્લાઇએ અને ભગવાન જેવા તત્વમાં શ્રદ્ધા રાખીએઆપણી અંતરની મશીનરી જો બરાબર હશેએટલે કે આપણે જો જાત સાથે પ્રામાણિક હોઈશું તો  બીજું ટી વી તમને જરૂર જીવનના અંત સુધી સાથ આપશે! “

કુસુમમાસીએ યાદ કરાવ્યું ;

હાપેલા તત્વમાં શ્રદ્ધા અને તમારા વિજ્ઞાનમાં પ્રામાણિકતા જરૂરી છે!

આપણાંથી જે થઇ શકે તે બધું  પુરી શક્તિ લગાડીને કરવું ; પણ જે ના થઇ શકે તેને પછી સ્વીકારી લેવું! “

હાશોક તો થવાનો !” કાકાએ ઉમેર્યું ; “પગમાં મોંઘામાયલા શૂઝ પહેરીએ અને જો પગમાં દુખે તો તેથી પગ થોડો  કાપી નંખાય છે?

 દેશની ભૌતિક સમૃદ્ધિ માણવા સાથે આસું પીવાં પણ તૈયાર રહેવું પડશે ! પોતાની જાહોજલાલી પર અભિમાન કરવાનું રહેવા દો!

જે ઘરમાં એક કરતાં વધારે ટી વી છે તેમણે અમારાં  સ્પેશ્યલ ટી .વીની જગા પણ માનસિક રીતે કરી રાખવી પડશે” એમણે લાગણીથી કહ્યું!

કોઈ હસ્યું , કોઈ રડ્યું ! કોઈ ચડ્યું કોઈ પડ્યું ! થઇ આંખ બન્ધ ને ઓઢાડ્યું કફન!

નાટક હતું મઝાનું , પૂરું થઇ ગયું! ‘એમણે ગળું ખંખેરતા કહ્યું!

Where there is a will ,there is a way!

Geeta & Subhash Bhatt
773-817-5028

CATEGORIES
TAGS
Share This