Tag: Geeta Bhatt

Gujarati Article

પ્રગતિ નહીં ગતિ કહો!

admin- August 1, 2021

વાહ ! ઘરમાં હવે પૈસા દેખાવા માંડ્યાં હતાં! “એક વધારાનું ટી.વી વસાવીએ તો કેવું ?”પરાગે કહ્યું. “ શું જરૂર છે આ બીજા ટી. વી. ની ?” કુસુમે પરાગને કહ્યું ; “ આપણી પાસે લીવીંગ રૂમમાં એક ટી.વી. તો છે!” “ એક વધારાનું ટી.વી બેડરૂમમાં હોય તો રાતે છોકરાં ઊંઘી જાય પછી આપણે નિરાંતે પડ્યાં પડ્યાં ઇન્ડિયાની કોઈ સિરિયલો જોઈશું !” પરાગે કુસુમને કન્વિન્સ કરતા કહ્યું . કુસુમને ખોટાં ખરચા કરવા ગમતા નહીં. નાહકના બીજા દશ ડોલર ,મહિનાના હપ્તામાં વધી જાય! માઇક્રોવેવ ઓવન અને લિવિંગ રૂમના ટી વી નાં હપ્તા તો હતા જ,તેમાં હવે આ બેડરૂમના ટી વી નો હપ્તો? અને એને થોડો ડર પણ હતો કે બીજું ટી વી આવશે એટલે બન્ને બાળકો પણ જુદા રૂમમાં ટી વી જોવા હઠ કરશે! પણ પરાગની વાતેય સાચી હતી . સવારથી સાંજ સ્ટોરમાં ઉભા ઉભા કામ કરી , ગદ્ધા મજૂરીને અંતે રાતે જો આમ પડ્યાં પડ્યાં ટી. વી. જોવાનું મળે તો પરાગને અને એનેય સારું લાગે! એ પોતેય હોસ્પિટલમાં નર્સની મદદનીશ તરીકેની કામગીરી બજાવતાં થાકીને લોથપોથ થઇ જતી હતી! જો કે બીજું ટી વી વાપરવાનો એ બન્ને ને સમય જ ના આવ્યો! ચાલુ દિવસે તો એ થાક્યાં પાક્યાં પડતાંની સાથે જ ઊંઘી જતાં!  ને શનિ રવિ નાનકડાં કેતકી અને ઉત્તપલ પોતાના અલગ અલગ કાર્ટૂન શો આ બે ટી.વી.માં જોતાં, જયારે આ મા બાપ ઘરકામમાં જોતરાયેલાં રહેતાં! “હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા! “એમ કહીને એ પણ છોકરાઓને ટી વી જોવા દેતાં; “એ લોકો શાંતિથી બેસશે તો આપણે ઘરકામ પતાવી શકશું; ‘’ જો કે સમય કાઢીને એ લોકો રવિવારે બાળકોને મંદિરનાં બાળ સઁસ્કાર કેન્દ્રમાં લઇ જવાનું ચૂકતાં નહીં! પણ ત્યાં ટ્રસ્ટીઓમાં સત્તાની સાઠમારી, હોંસાતુંસી અને ખેંચતાણ જોયાપછી એક દિવસ, મંદિરેથી પાછાં ફરતાં કુસુમે કહ્યું ; ‘દેશ કરતાંયે વધારે દંભ અને ઈગો છે આપણાં આ લોકો માં! કઈ સંસ્કૃતિ અને ક્યાં સંસ્કારની વાતો કરીએ છીએ આપણે ?’ ... Read More