Tag: Gujarati Article

વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧ 
Gujarati Article

વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧ 

admin- August 25, 2021

માતા પિતાનાં, ભાઈ બહેન અને કુળનાં નામને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ માટે ગુરૂ શ્રી ગર્ગાચાર્યજીએ કહેલું કે હે નંદરાયજી આપનો આ ... Read More

બીઝી રહેવાનો ખોટો ડોળ ડિપ્રેશન તરફની દોડ…
Gujarati Article

બીઝી રહેવાનો ખોટો ડોળ ડિપ્રેશન તરફની દોડ…

admin- August 25, 2021

'"જુવો હું અત્યારે બહુ બીઝી છું એક મીનીટની પણ નવરાશ નથી, મને તો સમય જ નથી મળતો"  સાવ નવરા ફરતા ... Read More

બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ
Gujarati Article

બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ

admin- August 25, 2021

કુંજ હિંડોરો સઘન બન છાયો ,'બુંદ બુંદન બરસાત બિજુરી ચમકત ,       કોકિલ કુહૂ કુહૂ શબ્દ સુનાયો.ઝૂલત ફૂલ ... Read More

ઉનાળો
Gujarati Article

ઉનાળો

admin- August 25, 2021

ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે. ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે. સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી, ઝરે જલ-ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે. નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી, એ વ્હાલી બાનાં ગામે કેરીગાળો યાદ આવે છે. શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે, ભગિની-ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે. ભલે બાળે, દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે, મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે. હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની, સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે. --દેવિકા રાહુલ ધ્રુવ Devika Dhruva. http://devikadhruva.wordpress.com   Read More

ઝાંઝર
Gujarati Article

ઝાંઝર

admin- August 25, 2021

વૃદ્ધ પિતાની શારીરિક તકલિફને સહન કરતાં જોઈ રહેલ દીકરાની વાત... “ભાઈ હવે તું મને મારી નાખ. મારે હવે જીવવું નથી…” ... Read More

Gujarati Article

પ્રગતિ નહીં ગતિ કહો!

admin- August 1, 2021

વાહ ! ઘરમાં હવે પૈસા દેખાવા માંડ્યાં હતાં! “એક વધારાનું ટી.વી વસાવીએ તો કેવું ?”પરાગે કહ્યું. “ શું જરૂર છે આ બીજા ટી. વી. ની ?” કુસુમે પરાગને કહ્યું ; “ આપણી પાસે લીવીંગ રૂમમાં એક ટી.વી. તો છે!” “ એક વધારાનું ટી.વી બેડરૂમમાં હોય તો રાતે છોકરાં ઊંઘી જાય પછી આપણે નિરાંતે પડ્યાં પડ્યાં ઇન્ડિયાની કોઈ સિરિયલો જોઈશું !” પરાગે કુસુમને કન્વિન્સ કરતા કહ્યું . કુસુમને ખોટાં ખરચા કરવા ગમતા નહીં. નાહકના બીજા દશ ડોલર ,મહિનાના હપ્તામાં વધી જાય! માઇક્રોવેવ ઓવન અને લિવિંગ રૂમના ટી વી નાં હપ્તા તો હતા જ,તેમાં હવે આ બેડરૂમના ટી વી નો હપ્તો? અને એને થોડો ડર પણ હતો કે બીજું ટી વી આવશે એટલે બન્ને બાળકો પણ જુદા રૂમમાં ટી વી જોવા હઠ કરશે! પણ પરાગની વાતેય સાચી હતી . સવારથી સાંજ સ્ટોરમાં ઉભા ઉભા કામ કરી , ગદ્ધા મજૂરીને અંતે રાતે જો આમ પડ્યાં પડ્યાં ટી. વી. જોવાનું મળે તો પરાગને અને એનેય સારું લાગે! એ પોતેય હોસ્પિટલમાં નર્સની મદદનીશ તરીકેની કામગીરી બજાવતાં થાકીને લોથપોથ થઇ જતી હતી! જો કે બીજું ટી વી વાપરવાનો એ બન્ને ને સમય જ ના આવ્યો! ચાલુ દિવસે તો એ થાક્યાં પાક્યાં પડતાંની સાથે જ ઊંઘી જતાં!  ને શનિ રવિ નાનકડાં કેતકી અને ઉત્તપલ પોતાના અલગ અલગ કાર્ટૂન શો આ બે ટી.વી.માં જોતાં, જયારે આ મા બાપ ઘરકામમાં જોતરાયેલાં રહેતાં! “હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા! “એમ કહીને એ પણ છોકરાઓને ટી વી જોવા દેતાં; “એ લોકો શાંતિથી બેસશે તો આપણે ઘરકામ પતાવી શકશું; ‘’ જો કે સમય કાઢીને એ લોકો રવિવારે બાળકોને મંદિરનાં બાળ સઁસ્કાર કેન્દ્રમાં લઇ જવાનું ચૂકતાં નહીં! પણ ત્યાં ટ્રસ્ટીઓમાં સત્તાની સાઠમારી, હોંસાતુંસી અને ખેંચતાણ જોયાપછી એક દિવસ, મંદિરેથી પાછાં ફરતાં કુસુમે કહ્યું ; ‘દેશ કરતાંયે વધારે દંભ અને ઈગો છે આપણાં આ લોકો માં! કઈ સંસ્કૃતિ અને ક્યાં સંસ્કારની વાતો કરીએ છીએ આપણે ?’ ... Read More